પપૈયું સ્વાસ્થ્ય માટે એક ફાયદાકારક ફળ છે. ડોક્ટર મોટાભાગના દર્દીઓને પપૈયું ખાવાની સલાહ આપે છે. સતત એક મહિના સુધી તેનું સેવન કરવાથી શરીરને અનેક લાભ મળે છે.
પપૈયામાં વિટામિન સી, એ, પોટેશિયમ અને ફાઈબર જેવા જરૂરી પોષકતત્વો જોવા મળે છે. પપૈયાની ખાસ વાત એ છે કે તે સ્વાદમાં પણ સારુ હોય છે.
પપૈયું ખાવાથી શરીરને હાઈડ્રેટ રહેવામાં મદદ મળે છે. ઠંડીમાં લોકો પાણી ઓછું પીવે છે. એવામાં તમે પપૈયાનું સેવન કરી શકો છો, જેથી શરીરમાં પાણીની ઉણપ ના સર્જાય.
પપૈયાને વિટામિન સીનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. પપૈયાના સેવન ઉપરાંત તમે તેનો ચામડી માટે ઉપયોગ પણ કરી શકો છો.
પપૈયાનું નિયમિત સેવન કરવાથી પાચનતંત્રને મજબૂત બનાવી શકાય છે. પપૈયામાં ફાઈબરની માત્રા વધારે હોય છે, જેના કારણે અપચાની સમસ્યા દૂર થાય છે.
પપૈયા સાથે જોડાયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પપૈયાના નિયમિત સેવનથી કેન્સરનું જોખમ પણ કેટલીક હદ સુધી ઓછું થાય છે.
શરીરમાં વિટામિન સી ની ઉણપ સર્જાતા હાડકા કમજોર થાય છે. જોકે પપૈયામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જેથી રોજ પપૈયું ખાવાથી હાડકા મજબૂત થાય છે.
વજનને ઓછું કરવા માટે પણ તમે પપૈયાનું સેવન કરી શકો છો. તેમાં રહેલા ગુણ વજનને ઓછું કરવામાં મદદ કરે છે.