જાયફળ અને સરસોના તેલનુ મિશ્રણ શરીરને સ્વાસ્થ્ય સંબઘિત અનેક ફાયદા આપે છે. તે શરીરની અનેક સમસ્યાઓ દૂર કરે છે. ચલો જાણીએ જાયફળ અને સરસોના તેલથી શરીરને મળતા સ્વાસ્થ્ય સંબધિત ફાયદાઓ વિશે.
ડો. રાહુલ ચતુવેર્દીના જણાવ્યા પ્રમાણે ઠંડીમા જાયફળ અને સરસોના તેલના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે, જે તમને અનેક રોગ સામે લડવાની શક્તિ આપે છે.
સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવા માટે તમે જાયફળ અને સરસોના તેલના મિશ્રણથી દુખાવાના ભાગ પર માલિશ કરો. તેમા રહેલા એંટી ઓક્સિડેંટ અને એંટી ઈફ્લેમેટરી ગુણ દુખાવા માથી રાહત આપે છે.
માંસપેશિઓના દુખાવામા રાહત મેળવવા માટે તમે જાયફળના પાઉડર અને સરસોના તેલને મિક્સ કરીને તેનાથી માલિશ કરો. તેમા રહેલા ગુણ દુખાવાને ઓછો કરે છે.
ઠંડીમા તાવ અને શરદી સમસ્યા થવી એક સામાન્ય વાત છે. એવામા જો તમે આ દરમિયાન થતા વાયરલથી બચવા માંગો છો તો જાયફળ અને સરસોના તેલનો ઉપયોગ કરો. આ માટે તમે જાયફળને સારી રીતે પીસો અને તેમા સરસોના તેલને ઉમેરો. ત્યારબાદ રાતે સૂતા પહેલા નવસેકા ગરમ પાણી સાથે તેનુ સેવન કરો.
જાયફળ અને સરસોના તેલનો ઉપયોગ શરીર પર લાગેલી ઈજામાથી રાહત મેળવવા માટે કરી શકાય છે. આ માટે એક ચમચી જાયફળ પાઉડર અને એક ચમચી સરસોનુ તેલ મિક્સ કરી ઈજા વાળા ભાગ પર લગાવો.
જાયફળ અને સરસોનુ તેલ પગની ફાટેલી એડિઓથી છૂટકારો અપાવે છે. આ મિશ્રણને ફાટેલી પગની એડિઓ પર લગાવવાથી ક્રેક દૂર થાય છે.