સરગવાનું સેવન પુરુષો માટે કેમ રામબાણ છે? જાણો


By Vanraj Dabhi21, Mar 2025 06:03 PMgujaratijagran.com

સરગવાનું સેવન

સરગવાના સેવનથી પુરુષોની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિશે.

આયુર્વેદીક ઔષધી

સરગવોએ એક લીલા શાકભાજીનો એક પ્રકાર છે. આયુર્વેદમાં તેનો ઔષધી તરીકે ઉપયોગ થાય છે. સરગવામાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણો છે.

પુરુષો માટે રામબાણ

આજે આ લેખમાં અમે તમને પુરુષો માટે સરગવો ખાવાના ફાયદા વિશે જણાવીશું, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

પ્રજનનક્ષમતામાં વધારો કરે

આજકાલ ખોટી ખાવાપીવા અને ખરાબ જીવનશૈલીના કારણે પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા ઘણી વધી ગઈ છે. સરગવાનું સેવન પુરુષોની પ્રજનન ક્ષમતામાં વધારો કરી શકે છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શનમાં સુધારો

સરગવાના સેવનથી ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા દૂર થઈ શકે છે. કારણ કે, તેમાં પોલીફેનોલ નામનું તત્વ હાજર છે, જે નાઈટ્રિક ઓક્સાઈડ વધારવામાં મદદ કરે છે. આ સિવાય તે લોહીના પ્રવાહને પણ સુધારે છે, જેનાથી ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યામાં રાહત મળે છે.

ટેસ્ટોસ્ટેરોન વધારે

પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું હોવાથી ઘણી શારીરિક અને જાતીય સમસ્યાઓ થઈ શકે છે. સરગવાનું સેવન ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારવામાં મદદ કરી શકે છે.

શુક્રાણુઓની સંખ્યા વધારે છે

ઓછા સ્પર્મ કાઉન્ટની સમસ્યાનો સામનો કરી રહેલા પુરુષો માટે સરગવાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો

વધતી ઉંમર સાથે પુરુષોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની જાય છે. આ તકે હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે સરગવાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vitamin B12 Juices: વિટામિન B12ની ઉણપ દૂર કરશે આ 3 જ્યુસ