Makhana Kheer: મખાનાની ખીર ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 5 ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh16, Dec 2024 04:14 PMgujaratijagran.com

મખાનાની ખીર

ઘણાં લોકો વ્રત દરમિયાન મખાનાની ખીર ખાવાનું પસંદ કરે છે. જેનાથી શરીરને ભરપુર પોષણ અને એનર્જી મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાથી શરીરમાંથી વિષયુક્ત પદાર્થ બહાર નીકળી જાય છે અને બૉડીને અંદરથી ક્લીન કરવામાં મદદ મળે છે.

મખાનાના ફાયદા

મખાનામાં પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. ઘણાં લોકો ઉપવાસ વખત મખાનાને ખાવાનું પસંદ કરે છે. જેનાથી શરીર નબળાઈ અનુભવતું નથી.

અનેક સમસ્યામાં રાહત

આજના સમયમાં માથામાં દુખાવો, કબજિયાત અને પાચન જેવી સમસ્યા સામાન્ય છે. જે શરીરમાં એનર્જી અને પોષક તત્વોની ઉણપના કારણે થઈ શકે છે. એવામાં મખાનાની ખીરનું સેવન ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

ઑવરઈટિંગથી બચાવે

મખાનામાં રહેલ ફાઈબરના કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવું લાગે છે. જેના પરિણામે ઉપવાસ વખતે ભૂખ ઓછી લાગે છે અને ઑવરઈટિંગની સમસ્યાથી બચી શકાય છે. મખાનામાં એ તમામ પોષક તત્વો હોય છે, જે શરીરને એનર્જી પુરી પાડે છે અને નબળાઈ દૂર કરે છે.

પાચન સુધારે

મખાના અને ઘીમાં ગુડ ફેટ હોય છે. જે કબજિયાત અને પાચન સબંધિત અન્ય સમસ્યા દૂર કરે છે. આ ખીરનું સેવન કરવાથી ગેસ અને પેટમાં દુખાવાની સમસ્યા દૂર થાય છે.

નબળાઈ દૂર થવી

આ ખીર ખાવાથી થાક દૂર થાય છે અને નબળાઈ અનુભવાતી નથી. મખાનાની ખીરમાં નાખવામાં આવેલ કાજુ, બદામ સહિત અન્ય ડ્રાય ફ્રૂટ્સ શરીરને જરૂરી પ્રોટીન અને વિટામિન્સ પુરા પાડે છે. જેનાથી દિવસભર શરીર એનર્જેટિક રહે છે.

વર્કિંગ લોકો માટે જરૂરી

ઑફિસ જનારા લોકોએ પોતાની ડાયટમાં મખાનાની ખીર સામેલ કરવી બેસ્ટ વિકલ્પ છે. જે એનર્જી આપવાનાની સાથે-સાથે હાડકા અને માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ચક્કર અને થાક

આ ખીરમાં નાંખવામાં આવતા નટ્સ ચક્કર આવવા અને થાક લાગવા જેવી શારીરીક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. જેનાથી તણાવ જેવી માનસિક સમસ્યાઓમાં પણ રાહત અનુભવાય છે.

Soybean Side Effects: વધુ પડતા સોયાબીન ખાવાથી થશે આ 5 નુકસાન