સોયાબીન પ્રોટીન, ફાઈબર સહિત અન્ય પોષક તત્વોથી ભરપુર હોય છે. જેને ડાયટમાં સામેલ કરવા ફાયદેમંદ મનાય છે. જો કે વધુ પડતા સોયાબીન ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચી શકે છે. તો ચાલો એક્સપર્ટ સુગીટા મુટરેજા પાસેથી જાણીએ તેનાથી થતા નુકસાન વિશે...
સોયાબીનમાં ટ્રાન્સ ફેટ હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલને વધારે છે. આથી વધારે પડતા સોયાબીન ખાવાથી હ્રદય રોગનો ખતરો વધી શકે છે. આથી સોયાબીનને યોગ્ય પ્રમાણમાં જ ખાવા જોઈએ.
સોયાબીનમાં ટ્રાન્સ ફેટ હોય છે. જે વજન વધારવામાં મદદ કરે છે. જો તમે સોયાબીનનું સેવન કરી રહ્યા હોવ અને વજનમાં વધારો થતો દેખાય, તો તાત્કાલિક તેનું સેવન બંધ કરી દેવું જોઈએ.
કેટલાક લોકોને સોયાબીનથી એલર્જી થઈ શકે છે.જેનાથી સ્કિન પર રેશેજ, ખણ આવવી અને બળતરા જેવી સમસ્યા થઈ શકે છે. જો આવા લક્ષણ જણાય, તો તાત્કાલિક સોયાબીનનું સેવન બંધ કરી દેવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ સોયાબીનનું વધુ પડતું સેવન કરવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી ઉલટી, ઉબકા અને ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે.
ડાયાબિટીશના દર્દીઓએ સોયાબીનનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે બ્લડસુગરનું લેવલ વધારી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ સોયાબીનનું સેવન કરતા પહેલા તબીબની સલાહ લેવી જોઈએ.
વધારે પડતા સોયાબીનનું સેવન પુરુષોના સ્પર્મ કાઉન્ટને ઘટાડી શકે છે. આથી બને ત્યાં સુધી સોયાબીનને લિમિટમાં જ ખાવા જોઈએ, જેથી આવી કોઈ સમસ્યા ના સર્જાય.
જો તમને માઈગ્રેન હોય, તો સોયાબીનનું સેવન બંધ કરી દેવું જોઈએ. વધુ પડતા સોયાબીનનું સેવન માઈગ્રેનના દુખાવાને વધારી શકે છે.