કોઠીબડા ખાવાના ફાયદાકારક છે


By Vanraj Dabhi14, Jul 2025 04:02 PMgujaratijagran.com

કોઠીબડાના ફાયદા

ચોમાસામાં કોઠીબડા (ચિભડા) શાકભાજી જોવા મળે છે. આ શાકભાજી ખાવામાં સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

પોષક તત્વો

કોઠીબડામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, પ્રોટીન, વિટામિન-સી જેવા પોષક તત્વો હોય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કોઠીબડામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે. આ બધા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ શરીરને ઘણા રોગો અને ચેપથી બચાવી શકે છે.

પેટ સંબંધિત સમસ્યા

કોઠીબડામાં એવા પોષક તત્વો હોય છે જે તેને પેટ માટે ફાયદાકારક બનાવે છે. તે તમને કબજિયાત, અપચો અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે.

શરદી અને ખાંસી

કોઠીબડાનું સેવન કરવાથી તમે શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચી શકો છો. તમે ચટણી કે શાક બનાવીને કોઠીબડાનું સેવન કરી શકો છો.

ત્વચા માટે ફાયદાકારક

કોઠીબડા ઠંડક આપવાનું કામ કરે છે. તે ફોડલા અને ખંજવાળ જેવી ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

ભૂખ વધારે છે

કોઠીબડા ખાવાથી વ્યક્તિની ભૂખ વધે છે. આનાથી તમે વજન વધારી શકો છો, જે લોકોને ભૂખ નથી લાગતી તેમણે કોઠીબડા ચોક્કસ ખાવી જોઈએ.

Thyroid Cancer: થાઇરોઇડ કેન્સરના સંકેત ક્યા છે?