થાઇરોઇડ કેન્સર એક ગંભીર રોગ છે, જે થાઇરોઇડ ગ્રંથિમાં શરૂ થાય છે. આ એક નાની પતંગિયા આકારની ગ્રંથિ છે, જે ગળામાં વિકસે છે. થાઇરોઇડ ગ્રંથિ ધીમે ધીમે હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જે શરીરનું તાપમાન, હૃદયના ધબકારા અને મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. તો ચાલો તેના લક્ષણો વિશે જાણીએ.
થાઇરોઇડ કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ ગળામાં થતી ગાંઠ છે. આ ગાંઠ સામાન્ય રીતે પીડારહિત હોય છે, પરંતુ તે ધીમે-ધીમે ગળામાં વધતી રહે છે.
થાઇરોઇડ કેન્સરને કારણે પણ તમારો અવાજ બદલાઈ શકે છે. જે અવાજને ભારે બનાવે છે.
જો તમને કંઈ પણ ખાવામાં અને ગળવામાં તકલીફ કે દુખાવો થતો હોય, તો તે પણ થાઇરોઇડ કેન્સરની નિશાની હોઈ શકે છે.
શ્વાસ લેવામાં તકલીફ પણ થાઇરોઇડ કેન્સરનું ગંભીર લક્ષણ હોઈ શકે છે. આ ત્યારે થાય છે, જ્યારે કેન્સર શ્વાસનળી પર દબાણ વધારે છે.
થાઇરોઇડ કેન્સરમાં ધીમે-ધીમે ગરદનમાં સોજો અને લસિકા ગ્રંથિઓના વિસ્તરણનું કારણ બને છે. આ ત્યારે થાય છે, જ્યારે કેન્સર લસિકા તંત્રમાં ફેલાય છે.
અચાનક વજન ઘટવા માંડે તો એ થાઇરોઇડ કેન્સરનું બીજું લક્ષણ હોઈ શકે છે. આ ત્યારે થાય છે, જ્યારે કેન્સર શરીરના મેટાબોલિઝમને અસર કરે છે.