નારિયેળની ચટણી ખાવાથી ઘટે છે વજન, લોહી વધવાની સાથે થશે બીજા પણ જાદુઈ ફાયદા


By Sanket M Parekh12, Sep 2023 04:31 PMgujaratijagran.com

ન્યૂટ્રિશન વેલ્યુ

નારિયેળની ચટણીમાં લગભગ 2 ગ્રામ ફેટ હોય છે. જ્યારે 40-50 ગ્રામ કેલેરી, 2 ગ્રામ કાર્બ્સ, પ્રોટીન, સોડિયમ સહિતના પોષક તત્વો મળી આવે છે.

વજન

નારિયેળની ચટણીથી વજન ઓછું કરી શકાય છે, કારણ કે તેમાં કેલેરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. એવામાં અથાણાની જગ્યાએ નારિયેળની ચટણી ખાવાથી ફાયદો થઈ શકે છે.

લોહી વધારશે

શરીરમાં લોહીની ઉણપ થવા પર નારિયેળની ચટણીનું સેવન કરવું ઉત્તમ સાબિત થઈ શકે છે. નારિયેણની ચટણી ખાવાથી આયરનની કમી દૂર થાય છે અને શરીરમાં લોહી વધે છે.

ઈમ્યુનિટી

નારિયેળની ચટણી ખાવાથી ઈમ્યુનિટી પણ વધે છે. આ ચટણીમાં વિટામિન, ખનિજ, કાર્બ્સ સારા પ્રમાણમાં મળી આવે છે. નારિયેળની ચટણીનું સેવન હાર્ટ પેશન માટે પણ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

પાચન

નારિયેળની ચટણી ડાઈઝેશન માટે ખૂબ જ ઉત્તમ સાબિત થઈ શકે છે. જેમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આથી આવી ચટણીનું સેવન કરવાથી ગેસ, પેટમાં દુખાવો અને કબજિયાત જેવી સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે.

બીપી કંટ્રોલ

નારિયેળની ચટણીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે. આ ચટણીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જેથી તેનું સેવન કરવાથી ઈન્ફેક્શનનો ખતરો પણ ટળી શકે છે.

દરરોજ 10 મિનિટ સૂર્ય નમસ્કાર કરો, આ રોગો રહેશે તમારાથી દૂર