ઠંડીમા એક કળી લસણ ખાવાથી મળતા ફાયદા


By Prince Solanki10, Jan 2024 01:52 PMgujaratijagran.com

લસણ

લસણમા આયરન, કૈલ્શિયમ, ફાઈબર જેવા પોષકતત્વો મળી આવે છે. તેમા એંટી ઓક્સિડેંટ, એંટી ફંગલ જેવા ગુણો મળી આવે છે. ચલો જાણીએ ઠંડીમા એક કળી લસણને ખાવાથી મળતા ફાયદા વિશે.

રોગપ્રતિકારકશક્તિમા વધારો

લસણમા રહેલા એંટી ઓક્સીડેંટ્સ ગુણને કારણે તેના સેવનથી શરીરની રોગપ્રતિકારકશક્તિમા વધારો થાય છે. ઠંડીમા લસણના સેવનથી અનેક સંક્રમણથી બચી શકાય છે.

હાર્ટ માટે સારુ

લસણની કળી ખાવાથી શરીરમા રહેલા કોલેસ્ટ્રોલને ઓછુ કરી શકાય છે. આ ઉપરાંત લસણના સેવનથી બ્લડ ક્લોંટ વધવાનો ખતરો ઓછો થાય છે.

પાચનતંત્રને ફાયદો

ખાલી પેટ લસણને ખાવાથી પાચનતંત્રમા સુધારો આવે છે, સાથે જ ગેસ અને એસિડિટીની સમસ્યાથી પણ દૂર રહી શકાય છે.

શરદી ખાંસીથી બચાવ

લસણ એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે. ઠંડીમા ખાલી પેટે શરદી ખાંસી જેવા સંક્રમણથી બચી શકાય છે.

હાઈ બીપી કંટ્રોલ

ઠંડીમા ખાલી પેટ લસણનુ સેવન કરવાથી હાઈ બીપીને કંટ્રોલ કરી શકાય છે.

હાડકાઓને રાખે સ્વસ્થ

ઠંડીમા ખાલી પેટ લસણને ખાવાથી શરીના હાડકા મજબૂત બને છે.

એલર્જી દૂર કરે

ખાલી પેટ લસણના સેવનથી સ્કિન એલર્જીથી બચી શકાય છે. તેમા એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા અશ્વગંધાનુ સેવન કેમ કરવુ જોઈએ?