દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે, આમાં રહેલા પોષકતત્વો જેવા કે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામીન C, B-6, A વગેરે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા જરુરી છે. તેવામાં જો દહીંને સવારમાં ખાવામાં આવે તો તેના વધુ લાભ મેળવી શકાય છે. આવો જાણીએ વધુમાં
દહીં પચાવવા સરળ હોય છે, તેની માટે વધુ ઊર્જાની જરૂર પડતી નથી, માટે જો તેને સવારે વહેલા ખાવામાં આવે તો વજન નિયંત્રણમાં રાખી શકાય છે
દહીંમાં એન્ટિબાયોટિક અને એન્ટીઑકિસડન્ટ જેવા ગુણોથી ભરપૂર છે. માટે દહીંનું દરરોજ સવારે સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે તમને મોસમી રોગ અને ઈન્ફેક્શનથી બચાવીને રાખે છે.
દહીં ખાવાથી શરીરમા ઠંડક મળે છે, ખાસ કરીને ઉનાળામાં તેને ખાવું ઘણું અસરકારક રહે છે, સવારે વહેલા દહીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.
દહીંમાં પોટેશિયમ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ સવારે દહીં ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
દહીંમાં પોટેશિયમ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ સવારે દહીં ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
દહીંમાં મેગ્નેશિયમ અને ખાસ કરીને કેલ્શિયમથી ભરપૂર હોય છે જેના સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.
દહીંમાં પ્રોબાયોટિક ગુણ હોય છે, તેનું રોજનું સેવન કરવાથી ત્વચા ગ્લોઈંગ બને છે, અને તેને હાઈડ્રેટેડ રાખે છે