Saunf Benefits: ભોજન પછી વરિયાળી ખાવાના ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh04, Mar 2025 03:55 PMgujaratijagran.com

પેટ સબંધિત સમસ્યામાં આરામ

ખાધા પછી વરિયાળી ખાવી પાચન માટે ફાયદેમંદ છે. જે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ખોરાકને જલ્દી પચવામાં મદદ કરે છે. જેના પરિણામે પેટ સબંધિત સમસ્યા જેમ કે ગેસ, અપચો અને સોજામાં આરામ મળે છે.

એક્સપર્ટનો અભિપ્રાય

તો ચાલો હેલ્થ ડાયટ એન્ડ ન્યૂટ્રિશન ક્લીનિકના ડાયેટિશિયન ડૉ. સુગીતા મુટરેજા પાસેથી જાણીએ, ખાધા પછી વરિયાળી ખાવાથી સ્વાસ્થ્યને કેવા ફાયદા થાય.

ગેસ્ટ્રિક પ્રોબ્લેમમાંથી મુક્તિ

જો તમને કાયમ એસિડિટીની સમસ્યા રહેતી હોય, તો ખાધા પછી વરિયાળી જરૂર ચાવવી જોઈએ. જે પેટમાં બનતા એસિડને ઓછો કરવાનું કામ કરે છે અને ખાટા ઓડકાર, પેટમાં બળતરા અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમમાં રાહત આપવામાં મદદ કરે છે.

કબજિયાતમાં રાહત

કબજિયાતથી પરેશાન લોકો માટે વરિયાળી કોઈ રામબાણથી કમ નથી. જેમાં રહેલ ફાઈબર આંતરડાને એક્ટિવ રાખે છે અને મળ ત્યાગ સરળ બનાવે છે. જેના પરિણામે પેટ સાફ રહે છે અને કબજિયાતની સમસ્યા નથી રહેતી.

ફ્રી રેડિકલ્સથી બચાવે

વરિયાળીમાં એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. આ ફ્રી રેડિકલ્સ સમયથી પહેલા ઘડપણ લાવવા અને ગંભીર બીમારીનું કારણ બને છે. આથી વરિયાળી ખાવાથી તમે સ્વસ્થ રહી શકો છો.

પીરિયડ્સની પીડામાં આરામ

મહિલાઓ માટે વરિયાળી ખાવી ફાયદેમંદ હોય છે. જે પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવા અને પેટમાં ચૂંકમાં આરામ આપે છે. વરિયાળીમાં રહેલ ઑક્સીટોસિન અને એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ, પીરિયડ્સની સમસ્યાને ઓછું કરવામાં મદદ મળે છે.

મોંની દુર્ગંધ દૂર કરે

જો તમારા મોંઢામાંથી પણ તીવ્ર દુર્ગંધ આવવાની સમસ્યા હોય, તો તમારે તો ખાધા પછી વરિયાળી અચૂક ચાવવી જોઈએ. વરિયાળીમાં રહેલા કુદરતી તેલ મોંઢાની દુર્ગંધને દૂર કરે છે અને શ્વાસમાં તાજગી પ્રદાન કરે છે. જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધે છે.

મજબૂત હાડકા

વરિયાળીમાં પોટેશિયમ, કેલ્શિયમ અને ફાસ્ફોરસ જેવા પોષક તત્વો મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવવા અને માંસપેશીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વરિયાળી શરીરમાં મીનરલ્સની કમીને પૂરી કરવાનું પણ કામ કરે છે.

બીમારીઓથી બચાવે

વરિયાળી ખાવાથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ શરીરને બીમારીઓથી બચાવે છે. જે શરીરને શરદી-ખાંસી જેવી સિઝનલ બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

ગરમીમાં ફાયદેમંદ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરિયાળી શરીરમાં ઠંડક પુરી પાડે છે. વરિયાળી શરીરનું તાપમાન કંટ્રોલ કરે છે, જે ડિહાઈડ્રેશનથી બચવામાં મદદ કરે છે. જેનાથી ગરમીમાં લૂ લાગવાની કે શરીરમાં બળતરા જેવી સમસ્યા નથી થતી.

Plastic Bottle Side Effects: સાવધાન..પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે 4 નુકસાન