હાલના દિવસોમાં પ્લાસ્ટિકની બોટલમાં પીણી પીવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે, કારણ કે તે જલ્દી તૂટતી નથી અને સસ્તી મળી રહે છે. જો કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું ધીમું ઝેર સાબિત થઈ શકે છે.
પ્લાસ્ટિકની બોટલ સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલની મદદથી બનાવવામાં આવે છે. આથી પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાથી તમને કેટલાક ગંભીર નુકસાન થઈ શકે છે.
પ્લાસ્ટિકમાં રહેલા કેમિકલ્સના કારણે મહિલાઓમાં ગર્ભાશય સબંધિત બીમારીઓ, બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવી સમસ્યા સર્જાઈ શકે છે.
પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી શરીરનું વજન વધે છે, કારણ કે તેમાં ઓબેસોજન જેવા કેટલાક વિષયુક્ત પદાર્થ મળી આવે છે.
લિવર માટે પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું યોગ્ય નથી મનાતું. પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી લિવરને નુકસાન થઈ શકે છે.
પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી બિસ્ફેનોલ થાયરૉઈડ હોર્મોન રિસેપ્ટરનું પ્રમાણ ઓછું થઈ જાય છે, જેના પરિણામે હાઈપોથાયરાડિઝ્મ જેવી બીમારી થઈ શકે છે.
શરીરને નુકસાનથી બચાવવા માટે તાંબા અથવા કાંચની બોટલમાં પાણી પીવું જોઈએ. જો કે આ બોટલને પણ સમયાંતરે સાફ-સફાઈ કરવી જોઈએ.