દરેક લોકો જવ કે બાજરીની રોટલી તો ખાધી જ હશે, પરંતુ શું તમે જાણો છો કે રાગીની રોટલી ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે?
રાગીની રોટલીમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર જેવા પોષક તત્વો મળી આવે છે.
તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચન સંબંધી સમસ્યાઓથી રાહત અપાવે છે.
આ રોટલીનું રોજ સેવન કરવાથી સ્થૂળતા ઓછી કરે છે.
રાગીમાં આયર્ન જોવા મળે છે, તેથી તેનું સેવન એનિમિયા સામે લડવામાં મદદ કરે છે.
રાગી રોટલીનું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને તેથી ડાયાબિટીસ થતો નથી.
રાગીની રોટલીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.