પપૈયાનો હલવો ખાવાથી સ્વાસ્થ્યને મળે છે આ 5 ફાયદા


By hariom sharma30, Mar 2023 08:00 AMgujaratijagran.com

પપૈયાના પોષકતત્ત્વ

- વિટામિન સી - વિટામિન એ - એન્ટિઓક્સિડેન્ટ્સ - ફાયબર - મેગ્નેશિયમ

ઇમ્યૂનિટી વધારે છે

પપૈયાનો હલવો ખાવથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. આમાં વિટામિન સીની માત્રા હોય છે, જેનાથી ઇમ્યૂનિટી મજબૂત થાય છે. આને બનાવતા સમયે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો.

પેટ માટે ફાયદાકારક

પપૈયાનો હલવો ખાવાથી પેટને પણ ઘણાં ફાયદા મળે છે. આમાં ફાયબરની માત્રા હોય છે, જેનાથી કબજિયાત, અપચો અથવા પેટ ફૂલવા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

પાચનતંત્ર માટે જોરદાર

આ હલવો ખાવાથી પાચનતંત્રને મજબૂત રાખવા મદદ કરે છે. આને ખાવાથી પાચન પ્રક્રિયા ઝડપી થાય છે જેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે અને મળત્યાગ સમયે થતી મુશ્કેલી પણ ઓછી થાય છે.

વજન ઘટાડે

વેટ લોસ કરવા માટે પણ તમે ખાઇ શકો છો. આમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઘટવામાં સરળતા રહે છે.

ત્વચા માટે ફાયદાકારક

પપૈયાનો હલવો વિટામિન સીથી ભરપૂર હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આને ખાવાથી ત્વચા પરની કરચલીઓ અને ડાઘાથી પણ રાહત મળે છે.

જવાન અને સ્વસ્થ રહેવા માટે અપનાવો આયુર્વેદિક ઉપાય