શરીર માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું ખૂબ જ ગુણકારી હોય છે. સૂર્યોદય પહેલાં ઉઠવા પર ઊર્જા અને તાજગીનો અનુભવ થાય છે. જલદી ઉઠવાથી પોઝિટિવિટી પણ મળે છે.
આયુર્વેદ અનુસાર, સ્નાન કર્યા પહેલા તેલથી શરીરની માલિશ કરવાથી ફાયદો મળે છે. માલિશ કરવાના 10-15 મિનિટ પછી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે.
સ્વસ્થ અને યંગ રહેવા માટે રોજ કસરત કરો. આનાથી શરીરમાં બ્લડ સર્કુલેશન વધી શકે છે. આ માટે શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માટે કસરત અને યોગ કરવા જોઇએ.
આયુર્વેદિક રીતે સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયેટ લેવું જોઇએ. આ માટે પૌષ્ટિક નાસ્તો જરૂર કરવો અને તેને સ્કિપ ના કરવો. રાતના સમયે હળવું ભોજન કરવું જોઇએ.
રોજ સ્નાન કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. આ કારણે જ રોજ સ્નાન કરવું, જે શરીરને સાફ અને રિફ્રેશ કરે છે. સ્નાન કરવાથી શરીરની દુર્ગંધ અને પરસેવાથી રાહત મળે છે.
આર્યુવેદ પ્રમાણે, નસ્ય પ્રક્રિયાથી નાકામાં તેલ અથવા ઘી નાંખવામાં આવે છે. આ પ્રક્રિયાથી ઊંઘ સારી આવે છે.