કાળા મરીથી લઈને તજ સુધી ઘણા મસાલા છે, જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. ઘી, હળદર, મીઠું અને કાળા મરીને દવાની માફક ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેમાં ઘણા પોષકત્ત્વો રહેલા હોય છે. તેમા પણ જો આ વસ્તુઓને ઘી સાથે ખાવામા આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે.
અસ્વસ્થ પેટ રોગોને નોતરી શકે છે. એમા જો એન્ટી ઈન્ફાલામેટરી ગુણો વાળુ હળદરનું સેવન કરવામાં આવે અને ઘી મીઠું અને કાળા મરી સાથે મીક્સ કરીને લેવામાં આવે તો પેટ સંબધિત બીમારીથી બચી શકાય છે
ડાયાબિટીસ, હાર્ટ સ્ટ્રોક વગેરેમાં ઘી, હળદર, મીઠું અને કાળા મરીનો આ મીક્ષર શરીરના સોજો શાંત કરવામાં મદદ કરે શકે છે.
ઘી ને થોડું ગરમ કરી તેમા હવે તેમાં 1 ચમચી હળદર, એક ચપટી મીઠું અને એક ચપટી કાળા મરી ઉમેરો. સવારે ઉઠ્યા પછી તેને ખાલી પેટ ખાઓ
જે વ્યકતિઓનું ESR, CRP સ્તર ઊેંચુ રહેતું હોય તેવા લોકોએ તેનું સેવન કરવું જોઈએ,આ સિવાય જો તમારો મેટાબોલિક રેટ નબળો છે અથવા તમને કોઈ મેટાબોલિક સમસ્યા છે તેમને પણ આનું સેવન કરવું જોઈએ
જે લોકોએ, એલર્જી, કિડની રોગ અને સગર્ભા સ્ત્રીઓથી આનું સેવન ન કરવું જોઈએ.