ડુંગળીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે આ 5 સરળ ટીપ્સ અનુસરો, બગડશે નહીં


By Smith Taral19, Mar 2024 03:16 PMgujaratijagran.com

ડુંગળીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે કેટલીક એવી ટ્રિક્સ જાણો, જેની મદદથી તમે ડુંગળીને લાંબા સમય સુધી તાજી રાખી શકો છો.

ડુંગળીનો ઉપયોગ મોટાભાગની વાનગીઓમાં આપણે કરીએ છે. ક્યારેક મોટી માત્રામાં ડુંગળી ખરીદ્યા પછી, તેને સારી રીતે સ્ટોર કરવું જરૂરી છે. જો તેને યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તે ઝડપથી બગડી જાય છે.

સૂર્યપ્રકાશ

ડુંગળીને ડાયરેક્ટ સનલાઈટથી દૂર રાખો. ડુંગળી હંમેશા 12 થી 17 ડિગ્રી ફેરનહીટ વચ્ચે રાખવી જરૂરી છે

પ્લાસ્ટિકની થેલીઓ

તેમને પ્લાસ્ટિકની થેલીઓમાં ન રાખશો, ડુંગળીને બગડતી અટકાવવા માટે, તેને પ્લાસ્ટિકની થેલીમાં ન રાખવી જોઈએ.

રેફ્રિજરેટર

ડુંગળીને ક્યારેય રેફ્રિજરેટરમાં સ્ટોર ન કરવી જોઈએ. કારણ કે ઠંડુ અને ભેજનું વાતાવરણ ડુંગળીને બગાડી શકે છે

મોટી ડુંગળી ખરીદો

હંમેશા સૂકી ડુંગળી ખરીદો. ડુંગળી પર કોઈ પ્રકારના ડાઘ ના હોવા જોઈએ, ડૂંગળીને દબાવીને તેની તાજગીની ચકાસણી કરી શકો

છાલવાળી અને ઝીણી સમારેલી ડુંગળીને આ રીતે સ્ટોર કરો

છાલવાળી અને ઝીણી સમારેલી ડુંગળીને સ્ટોર કરવા માટે ફ્રીઝનો ઉપયોગ કરી શકો છો, સમારેલી ડુંગળીઓને એયરટાઈટ કંટેનરમાં સ્ટોર કરી લો.

ઉનાળામાં શાકભાજી ઝડપથી બગડી જાય છે તો આ ટીપ્સને કરો ફોલો