ભારતીય પરંપરામાં, કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા દહીં-ખાંડ ખાવાનો રિવાજ છે. આ માત્ર ધાર્મિક જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
દહીમાં ખાંડ નાંખીને ખાવાથી સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યને અનેક ચમત્કારિક ફાયદા થાય છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ, જેથી આપને સાચી માહિતી મળી રહે.
દહીં અને ખાંડનું મિશ્રણ પેટને ઠંડક આપે છે. જે પાચનને સરળ તથા મજબૂત બનાવે છે.
દહીં-ખાંડ ખાવાથી તણાવ ઓછો થાય છે અને મૂડ તાજગીભર્યો અનુભવાય છે.
દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ અને ખાંડમાંથી મળતી એનર્જી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જે તમને સિઝનલ ફ્લૂ જેવા ઈન્ફેક્શનથી બચાવે છે.
દહીં અને ખાંડનું મિશ્રણ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત અને લાંબા બનાવે છે.
દહીંમાં રહેલું કેલ્શિયમ અને ખાંડનું સંયોજન હાડકાં અને દાંત માટે ખૂબ ફાયદાકારક છે.
જો તમે નિયમિતપણે મર્યાદિત માત્રામાં દહીંમાં ખાંડ ભેળવીને ખાઓ છો, તો તેની હૃદયના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે.