Cloves Benefits: લવિંગ ખાવાના ફાયદા


By Vanraj Dabhi09, Sep 2024 07:03 PMgujaratijagran.com

લવિંગના ફાયદા

રસોડાના મસાલામાં લવિંગનો ઉપયોગ થતો હોય છે, આજે અમે તમને આજે લવિંગ ખાવાના ફાયદા વિશે જણાવીશું.

પોષક તત્વો

લવિંગમાં કેલ્શિયમ, મેગનીઝ, વિટામિન કે, ફાયબર, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન બી6 જેવા ગુણો હોય છે.

ગેસની તકલીફ

ભોજન લીધા બાદ 2 લવિંગ ચાવવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.

માથાનો દુઃખાવો

2 લવિંગને પાણીમાં ઉકાળીને ગાળીને તેમાં ખાંડ મિક્સ કરીને રાતે સૂતા સમયે પીવાથી માથાનો દુઃખાવો હળવો થાય છે.

દાંતનો દુઃખાવો

દાંતમાં જ્યાં દુઃખાવો થતો હોય ત્યાં લવિંગ રાખીને ચાવવાથી કે લવિંગના પાણીથી કોગળા કરવાથી પણ રાહત મળે છે.

એસિડિટી

એસિડિટી, છાતીમાં બળતરામાં લવિંગ ચાવવાથી આરામ મળે છે. 1 કપ પાણીમાં 2 લવિંગ ઉકાળીને પીઓ.

ઉધરસ

લવિંગને શેકીને ચાવવાથી ખાંસીમાં આરામ મળે છે. 2 લવિંગ પીસીને હૂંફાળા દૂધ સાથે પીઓ.

વજન ઘટાડે

100 ગ્રામ અળસીની સાથે 10 ગ્રામ લવિંગ પીસીને રાખો, સવારે 1 ચમચી હૂંફાળા પાણી સાથે લો.

મોઢાની દુર્ગંધ

વરિયાળીની સાથે લવિંગ ખાવાથી શ્વાસની બદબૂ દૂર થાય છે.

તણાવ

લવિંગની ચામાં તલુસી, ફૂદીનો અને મધ નાંખીને પીવાથી સ્ટ્રેસ, ટેન્શન જેવી સમસ્યામાં ફાયદો મળે છે.

મોઢાના ચાંદા

મોઢાના ચાંદા અને પાનથી જીભ કપાઇ જાય તો લવિંગ ચાવવા કે લવિંગનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.

Moong Dal: આ લોકો માટે મગની દાળ ખાવી હાનિકારક છે, જાણો ગેરફાયદા