Moong Dal: આ લોકો માટે મગની દાળ ખાવી હાનિકારક છે, જાણો ગેરફાયદા


By Bhavesh Chaudhary09, Sep 2024 05:56 PMgujaratijagran.com

મગની દાળ

મગની દાળ ખાવાથી કેટલાક લોકોને ગંભીર નુકસાન થઈ શકે છે, જાણો કયા લોકોએ મગની દાળ ન ખાવી જોઈએ?

મગની દાળ ખાવાના ગેરફાયદા

કોઈપણ રીતે મગની દાળ ખાવી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માટે તેનું સેવન નુકસાનકારક પણ હોઈ શકે છે.

લો બ્લડ સુગર

મગની દાળમાં કેટલાક એવા તત્વો જોવા મળે છે જે બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે. જેથી લો બ્લડ સુગરની સમસ્યાથી પીડિત લોકોએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

હાઈ યુરિક એસિડ

મગની દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તમારા શરીરમાં યુરિક એસિડનું સ્તર વધુ વધી શકે છે. જેથી હાઈ યુરિક એસિડની સમસ્યા હોય તો મગની દાળ ખાવાનું ટાળવું જોઈએ.

એલર્જી

એલર્જીની સમસ્યાથી પીડિત લોકોએ વધુ માત્રામાં મગની દાળ ખાવાનું ટાળવું જોઈએ. તેનું વધુ સેવન કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે.

કિડની સમસ્યા

મગની દાળનું વધુ પડતું સેવન કિડનીની પથરી માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન અને ઓકસાલેટનું પ્રમાણ વધુ હોય છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Health Tips: વાસી રોટલી ખાવાના ફાયદા