ફાઈબર,વિટામિન્સ,મિનરલ્સ વગેરેથી ભરપૂર,ચીકુ ઉનાળામા બજારોમાં ખૂબ જ પોસાય તેવા ભાવે મળે છે.ચીકુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.ચાલો તેના ફાયદાઓ વિશે.
ચીકુમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય છે,જેના કારણે તેના સેવનથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ચીકુનું સેવન કરવાથી ફ્રી રેડિકલ્સ અને કરચલીઓની સમસ્યા દૂર થાય છે. તેનું સેવન કરવાથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર બને છે.
ફોસ્ફરસ,પોટેશિયમ,કેલ્શિયમ અને આયર્ન સહિત અન્ય ઘણા પોષક તત્વો પણ ચીકુમાં જોવા મળે છે,તેથી તેના સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે.
ચીકુમાં વિટામિન A હોવાથી તેનું સેવન આંખોને સ્વસ્થ રાખવામાં અસરકારક છે.
ચીકુનું સેવન મેટાબોલિઝમને ઝડપી બનાવવામાં મદદરૂપ છે. તે રોજ ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.
વિટામિન સીથી ભરપૂર ચીકુનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને મોસમી રોગોનું જોખમ ઘટાડે છે.
રોજ 2-3 ચીકુનું સેવન દિવસ દરમિયાન ફાયદાકારક છે,પરંતુ વ્યક્તિએ તેને સાંજે કે રાત્રે ન ખાવું જોઈએ કારણ કે તેની તાસિર ઠંડી હાવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.