ઉનાળામાં કેટલી ચા અને કોફી પીવી જોઈએ?


By Smith Taral18, May 2024 02:15 PMgujaratijagran.com

ભારતમાં ચા કે કોફીનું સેવન બાકી કોઈ પણ પીણા કરતા સૌથી વધુ કરવામાં આવે છે. ઘણા લોકોને ચાનું વ્યસન પણ હોય છે, જેમને સવાર-સાંજ ચા પીધા વગર નથી ચાલતું. ઉનાળામા પણ ચા પીવાના ઘણા લોકો શોખીન હોય છે, આ સ્ટોરીમાં આપણે જાણીશું ઉનાળામાં ચા પીવાથી પીવું કેટલું યોગ્ય છે

શું ઉનાળામાં ચા-કોફી પીવી યોગ્ય છે?

ઉનાળામાં એક દિવસમાં 2-3 કપ ચા કે કોફી પીવામાં કોઈ હાનિ નથી. આ સિવાય તમારે બીજા સમર ડ્રીન્ક પણ લેવા જોઈએ, જેથી શરીરને ઠંડક મળી રહે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે

ખરાબ આદત બની જાય છે

ઘણા લોકોને ચાનું વ્યસન પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચા અને કોફી બંનેમાં સારી માત્રામાં કેફીન હોય છે જેનાથી તમને માથાનો દુખાવો, થાક વગેરે જેવી સમસ્યાનો સામનો કરવાનો થઈ શકે છે

ચીડિયાપણું વધે છે

વધુ પડતી ચા કે કોફી પીવાથી તે મગજ પર સીધી અસર કરે છે અને તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે

તણાવ ઘટાડવામાં મદદ કરે છે

ચા કે કોફી પીવાથી તણાવ ઓછો કરી શકાય છે, પરંતુ ફક્ત ચા કોફી પર તેનો આધાર રાખવો યોગ્ય નથી. ચાલો જાણીએ આનાથી બચવા શું કરવું?.

પાણી પીવાથી ફાયદો થશે

ઉનાળામાં પાણીનું સેવન વધુ કરવું જોઈએ. કેફીન વાળી વસ્તુઓ પીવાથી શરીર જલ્દી જ ડીહાઈડ્રેડ થઈ જાય છે.

પાણી પીવાથી ફાયદો થશે

ઉનાળામાં પાણીનું સેવન વધુ કરવું જોઈએ. કેફીન વાળી વસ્તુઓ પીવાથી શરીર જલ્દી જ ડીહાઈડ્રેડ થઈ જાય છે.

ચા કે કોફીને બદલે શું પીવું?

ચા કે કોફીને બદલે તમે ગ્રીન ટી, મેચા ટી, આદુની ચા અથવા તજની ચા વગેરેનું સેવન કરી શકો છો. આ પીણાં તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

સફેદ માખણ ખાવાના આ આ 6 સ્વાસ્થ્ય લાભો જાણી લો