Dry Ginger Water : સૂંઠનું પાણી પીવાથી શરીરને મળે છે આ ફાયદા


By Hariom Sharma03, Nov 2023 04:50 PMgujaratijagran.com

સૂંઠ

આદુ જ્યારે સુકાઈ જાય છે ત્યારે તેને સુકું આદુ અથવા સૂંઠ તરીકે ઓળખવામાં આવે છે. સૂંઠને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. સૂંઠનું સેવન ચા, કોફી તથા દૂધ સાથે કરવામાં આવે છે.

પોષકતત્વોથી ભરપૂર

સૂંઠમાં ઘણા પોષકતત્વો જોવા મળે છે. તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ, આયરન ,વિટામીન એ , વિટામીન સી જેવા ગુણો રહેલા હોય છે.

સૂંઠનું પાણી

સૂંઠનું પાણીનું પાણી પીવાથી શરીરને અનેક ફાયદા મળે છે. સૂંઠનું પાણી ઘણી બિમારીઓથી બચાવે છે. ડો. રીતુ ચડ્ડાએ તેનાથી થતા ફાયદા વિશે જણાયું

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

સૂંઠનું પાણી પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમાં રહેલા ગુણો વિવિધ સીઝનમાં થતી બિમારીઓથી રક્ષણ પૂરુ પાડે છે.જેમકે શિયાળામાં શરદી-ખાંસીમાં પણ સૂંઠનું પાણી અસરકારક નિવડે છે.

You may also like

Coconut Oil for Skin: નાળીયેળનાં તેલને શરીર પર લગાવવાથી મળે છે અનેક ફાયદા

આ જડી બુટ્ટીઓથી સાંધાના દુખાવા થશે ગાયબ

માથાનાં દુખાવામાં રાહત

સૂંઠનું પાણી પીવાથી ખરાબ વાતાવરણમાં થતા માથાનાં દુખાવામાં રાહત મળે છે. સૂંઠનું પાણી માથાનાં ભાગ સુઘી યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડે છે જેના કારણે માથાનો દુખાવો ઓછો થાય છે.

પાચનશક્તિમાં સુધારો

સૂંઠનું પાણી ગેસ, અપચો જેવી પાચનક્રિયા સાથે સંકળાયેલી સમસ્યાઓ માંથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. રોજ નિયમિતપણે તેનું સેવન કરવાથી ઉલ્ટીની તકલીફ પણ દૂર થાય છે.

સાંધાનાં દુખાવામાં રાહત

શિયાળાની ઋતુમાં લોકોમાં ખાસ કરીને વઘુ ઉંમર વાળા વ્યક્તિઓમાં શરીરનાં વિવિઘ અંગોમાં થતા દુખાવાની ફરિયાદ જોવા મળતી હોય છે. સૂંઠનું પાણી શરીરમાં થતાં દુખાવામાં રાહત આપવાનું કાર્ય કરે છે.

આવી અન્ચ સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ખાલી પેટ પલાળેલા ચણા ખાવાથી થઈ શકે છે અનેક નુક્સાન