શિયાળામાં મૂળાના પાનનો રસ પીવાથી આ ગંભીર બીમારીઓ દૂર રહેશે


By Sanket M Parekh05, Nov 2023 04:13 PMgujaratijagran.com

મૂળો

શિયાળામાં આપણે ગરમ વસ્તુનું સેવન કરીએ છીએ, જે પૈકી મૂળો પણ એક છે. શિયાળામાં મૂળાના પરાઠા અથવા ભજીયા ખાવા લોકોને ખૂબ જ પસંદ છે.

મૂળાના પાનનો રસ

જો શિયાળામાં તમે મૂળાના પાનના રસનું નિયમિત સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદો પહોંચાડી શકે છે.

પોષક તત્વ

મૂળાના પાનમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ક્લોરીન, સોડિયમ આયરન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે શિયાળામાં અનેક બીમારીઓથી બચાવે છે.

પાચન ક્રિયા

પાચન ક્રિયાને હેલ્ધી રાખવા માટે ફાઈબરનું સેવન જરૂરી હોય છે. મૂળાના પાનમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જો તમારું પાચન તંત્ર નબળુ હોય, તો તમારે નિયમિત મૂળાના પાનનો રસ પીવો જોઈએ.

વજન કંટ્રોલ

જો તમે ઈચ્છો છો કે, શિયાળામાં તમારું વજન ઘટી જાય. તો આ માટે તમારે માત્ર મૂળાના પાનનો જ રસ પીવો જોઈએ.

બ્લડ પ્રેશરની કમી

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મૂળાના પાનનો રસ ફાયદેમંદ મનાય છે, કારણ કે તેમાં રહેલ સોડિયમ શરીરમાં મીઠાની ઉણપને દૂર કરે છે. જેનાથી આ સમસ્યા દૂર થાય છે.

શિયાળામાં આ આયુર્વેદિક ઉપાયોથી ડસ્ટ એલર્જીથી મળશે રાહત