ધીમે-ધીમે સિઝન બદલાઈ રહી છે. એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહી છે, તો બીજી તરફ પ્રદૂષણનું લેવલ પણ સતત વધી રહ્યું છે.
શિયાળામાં લોકો ધૂળના કારણે થતી એલર્જીથી પરેશાન રહે છે. જે સતત છીંક અને ઉધરસનું કારણ બને છે.
એવામાં આજે અમે તમને કેટલાક આયુર્વેદિક ઉપાય વિશે જણાવીશુ, જેની મદદથી તમે ખુદને ડસ્ટ એલર્જીથી બચાવી શકો છો.
જો તમે ડસ્ટ એલર્જીની સમસ્યા રહેતી હોય, તો તમારે હળદર વાળુ દૂધ પીવું જોઈએ. જેમાં રહેલા ઔષધીય ગુણો તમને એલર્જીથી બચાવશે.
ડસ્ટ એલર્જીથી રાહત મેળવવા માટે તમે ફૂદીનાની ચા પી શકો છો. જેના એન્ટી ઈંફ્લેમેન્ટરી અને ડિકૉન્ગસ્ટેન્ટ ગુણ છીંક, ઉધરસ અને વહેતા નાકમાંથી છૂટકારો અપાવે છે.
ડસ્ટ એલર્જીથી રાહત મેળવવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છે. દરરોજ બે ચમચી મધનું સેવન કરવાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
એન્ટી ઓક્સીડેન્ટ ગુણથી ભરપુર ગ્રીન ટી એલર્જીના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરે છે.
જો તમે ડસ્ટ એલર્જીથી પરેશાન રહેતા હોવ, તો ગાયનું ઘી તેમાં મદદરૂપ થઈ શકે છે. આ માટે દરરોજ સવાર-સાંજ ગાયના ઘીના બે-ત્રણ ટીપા નાકમાં નાંખવા જોઈએ.