લસ્સીમાં ઘણા પ્રકારના પોષક તત્ત્વો હોય છે, જે પેટના સ્વાસ્થ્યને સુધારીને એકંદર આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે,ચાલો જાણીએ.
ઉનાળામાં લસ્સી પીવાથી હીટસ્ટ્રોકથી રક્ષણ મળે છે.તેથી ઉનાળામાં ઘરની બહાર નીકળતા પહેલા લસ્સી પીવાથી હીટસ્ટ્રોકથી બચી શકાય છે.
ઉનાળામાં તળેલા કે મસાલેદાર ખોરાક ખાવાથી ઘણીવાર લોકોને એસિડિટીની સમસ્યા થતી હોય છે. આ તકે તમને લસ્સી પીવી ખૂબ જ ફાયદાકારક છે.
ઘણા સંશોધનોમાં આ વાત સામે આવી છે.લસ્સીમાં રહેલ પોટેશિયમ અને રિબોફ્લેવિન જેવા તત્વો બ્લડ પ્રેશરને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
લસ્સીમાં સ્વાસ્થ્યવર્ધક બેક્ટેરિયા અને પ્રોબાયોટિક્સ હોવાને કારણે તે પેટનું ફૂલવું અને બળતરાની સમસ્યાથી બચાવે છે.
લસ્સીમાં પ્રોબાયોટીક્સ પાચનને સુધારવામાં મદદ કરી શકે છે. તેનાથી તમારી પાચન શક્તિ વધે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થાય છે.