Fig Water: અંજીરનું પાણી પીવાના ફાયદા


By Vanraj Dabhi23, Sep 2024 10:52 AMgujaratijagran.com

અંજીરનું પાણી

અંજીર એક એવું ડ્રાય ફ્રૂટ છે જેને પલાડીને ખાવું સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તેથી તેનું પાણી પીવાના સ્વાસ્થ્ય ફાયદા વિશે જાણીશું.

પોષક તત્વો

અંજીરમાં ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ, વિટામિન-ઈ,એ,બી,કે જેવા જરૂરી ઘણા પોષક તત્વો મળી આવે છે.

પાચનતંત્ર મજબૂત

અંજીરમાં ફાઈબર ભરપૂર હોય છે, તેથી તેનું પાણી સવારે ખાલી પેટે પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે.

એનર્જી વધારે

અંજીરમાં પ્રાકૃતિક શુગર હોય છે, તેથી તેનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

સવારે ખાલી પેટ અંજીરનું પાણી પીવાથી હાઈ બીપીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

વજન કંટ્રોલમાં રાખે

અંજીરમાં પાણીની ઓછી કેલેરી હોય છે, તેથી તેનું પાણીમાં પલાળીને સેવન કરવાથી ભૂખને નિયંત્રિત કરીને વજન ઓછુ કરવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

અંજીરના પાણીમાં ઘણા એન્ટીઓક્સીડેન્ડ્સ મળી આવે છે જે ત્વચા પર નિખાર લાવે છે.

રોગ પ્રતિકારક શક્તિ

અંજીરના પાણીમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.

હૃદય માટે ફાયદાકરક

અંજીરમાં પોટેશિયમ હોવાથી તે બ્લેડ પ્રેશરને કંટ્રોલ કરીને હૃદયની બિમારીઓના જોખમને ઓછુ કરે છે.

હાડકાં મજબૂત કરે

અંજીરના પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોવાથી તે હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે ખાલી પેટ તુલસીના પાંદડા ખાવાથી થાય છે આ મોટા ફાયદા