Health Benefits: અજમા અને ગોળનું પાણી પીવાના 5 ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh04, Oct 2024 03:46 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ

અજમા અને ગોળનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. અજમા અને ગોળમાં રહેલા પોષક તત્વો શરીરની અનેક સમસ્યા દૂર કરે છે. જેનાથી મળતા ચમત્કારિક ફાયદા વિશે જાણીએ...

એક્સપર્ટનો અભિપ્રાય

ડૉ. શ્રેયા શર્માના જણાવ્યા પ્રમાણે, અજમા અને ગોળમાં કેલ્શિયમ, વિટામિન-A, પ્રોટીન, વિટામિન-D, મેગ્નેશિયમ, ફાઈબર અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખે છે.

પેટ માટે લાભદાયી

અજમા અને ગોળનું પાણી પીવું પેટ માટે લાભદાયી છે. આ પાણી પીવાથી કબજિયાત, અપચો અને ગેસની સમસ્યા દૂર થાય છે. આ સાથે જ પાચન ક્રિયા પણ સુધરે છે.

નબળાઈ દૂર કરે

અજમા અને ગોળનું પાણી પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. આ સાથે જ તે શરીરમાં એનર્જી વધારવાનું પણ કામ કરે છે.

અસ્થમાના દર્દીઓ માટે ફાયદેમંદ

અજમા અને ગોળનું પાણી પીવું અસ્થમાના દર્દીઓ માટે ફાયદેમંદ હોય છે. જેને પીવાથી તમને આરામનો અનુભવ થશે.

ખાંસીમાં રાહત

અજમા અને ગોળનું પાણી પીવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે. આ સાથે જ ગળામાં થતી ખરાશ પણ ઠીક થાય છે.

કમર દર્દમાં આરામ

અજમા અને ગોળનું પાણી પીવાથી કમરના દુ:ખાવામાં આરામ મળે છે. આ સાથે જ શરીરના દુ:ખાવામાં પણ રાહત અનુભવાય છે.

તબીબની સલાહ

જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોવ, તો અજમા અને ગોળના પાણીનું સેવન કરતા પહેલા તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Flax Seeds:આ લોકોએ ભૂલથી પણ ના કરવું જોઈએ અળસીનું સેવન, ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુકસાન