ચોમાસામાં કાળી એલચીનો ઉકાળો પીવાના ફાયદા


By Vanraj Dabhi29, Jun 2025 04:42 PMgujaratijagran.com

એલચીનો ઉકાળો

વરસાદી ઋતુમાં કાળી એલચીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ કાળી એલચીનું પાણી પીવાના કેટલા ફાયદા છે.

પોષક તત્વો

કાળી એલચીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર જેવા પોષક તત્વો હોય છે.

વજન ઘટાડે

વજન ઘટાડવા માટે તમારે ભોજન કર્યા પછી કાળી એલચીનું પાણી પીવું જોઈએ, તેમાં ઉચ્ચ ફાઇબર હોય છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવ કરાવે છે.

શરીરને ડિટોક્સ કરે

એલચીના પાણી રહેલા તત્વો શરીરમાંથી ઝેરી કટાણું દૂર કરે છે, કાળી એલચીનું પાણી પીવાથી શરીર ડિટોક્સિફાઇ થાય છે.

બ્લડ પ્રેશર નિયંત્રણ

કાળી એલચીનું પાણી પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે કારણ કે, તેમાં પોટેશિયમ હોય છે. તેથી હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ભોજન કર્યા પછી આ પાણી પીવું જોઈએ.

મોંમાંથી બેક્ટેરિયા દૂર કરે

કાળી એલચીનું પાણી પીવાથી મોઢામાં રહેલી ગંદકી સાફ થાય છે. તે મોઢામાં અટવાયેલા ગંદા બેક્ટેરિયાને પણ મારી નાખે છે.

કેવી રીતે બનાવવું?

એક તપેલીમાં 2 કપ પાણી ઉકાળો અને તેમાં 1 મોટી એલચી નાખો. પાણીને 5 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેને ગાળીને પીવો.

કેળાની ચિપ્સ ખાવી હેલ્ધી છે કે નહીં? જાણો તેની સાઇડ ઇફેક્ટ