સવારે ખાલી પેટ જવનું પાણી પીવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિશે.
જવમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, સેલેનિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો હોય છે.
સવારે ખાલી પેટ જવના પાણીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.
ફાઈબર ભરપૂર જવનું પાણી પાચનતંત્ર અને પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.
ફાઈબર ભરપૂર જવનું પાણી સવારે ખાલી પેટ પીવાથી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે જે વજન ઘટાડવામાં મદદ મળે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે જવના પાણીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરી શકે છે.
નિયમિતપણે સવારે ખાલી પેટ જવનું પાણી પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં મદદ મળે છે.
એક કપ જવને સારી રીતે ધોઈ તેને 5-6 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ એક પેનમાં પાણી ગરમ કરો. તેમાં જવ ઉમેરીને તેને 10 મિનિટ સુધી સારી રીતે ઉકાળી લો.
હવે એક વાસણમાં પાણીને ગાળીને થોડુ ઠંડુ થયા પછી તેમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.