જીરાના પાણીમાં પોટેશિયમનું પ્રમાણ હોય છે. જો તમે દરરોજ જીરાનું પાણી પીવાનું શરૂ કરશો, તો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે.
ડાયાબિટીશના દર્દીઓ માટે જીરાનું પાણી ખૂબ જ લાભદાયક હોય છે. જો તેઓ દરરોજ ખાલી પેટ જીરાનું પાણી પીશે, તો તેમનું બ્લડ સુગર ઓછું થઈ શકે છે.
જીરામાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. જો તમે દરરોજ જીરાનુ પાણી પીશો, તો તમારી ઈમ્યૂનિટી મજબૂત બનશે.
જીરાનું પાણી મેટાબૉલિજ્મ ઝડપી કરે છે. જેનાથી ઝડપથી ફેટ બર્ન થાય છે અને શરીરની ચરબી ઘટે છે. જેથી આવું પાણી પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
પ્રેગ્નેન્સી દરમિયાન જીરાનું પાણી પીવાથી પાચન શક્તિ મજબૂત બને છે.
જીરાનું પાણી એસિડિટી, સોજા, અપચા અને પેટના દુખાવાની સમસ્યામાં કારગર હોય છે. જીરાનું પાણી પાચન ક્રિયાને ઝડપી બનાવે છે. જેના કારણે આંતરડાની સમસ્યામાંથી છૂટકારો મળે છે.