સતત વધી રહેલા વર્ક પ્રેશર અને વ્યસ્ત શિડ્યૂલના કારણે લોકો ઘણી વખત તણાવનો શિકાર બની શકે છે.
એવામાં ના માત્ર તમારું શારીરિક, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડે છે.
અનેક લોકો વ્યસ્ત શિડ્યૂલ બાદ તણાવ દૂર કરવા માટે દવાઓની મદદ લેતા હોય છે, જે હાનિકારક નીવડી શકે છે.
કેમોમાઈલ ટી તણાવ ઉપરાંત તેના આરામદાયક અને સીડેટિવ ગુણ દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદગાર મનાય છે.
પેપરમિન્ટ ટી એટલે કે ફૂદીનાની ચા એંગ્ઝાઈટી જેવી તણાવ ઉત્પન્ન કરતી ફિલિંગથી છૂટકારો આપવામાં સહાયક છે.
ગ્રીન ટીમાં રહેલ એલ થિએનાઈન અને કેફીન ફોક્સ વધારવા ઉપરાંત ચિંતા અને તણાવ ઓછો કરવામાં મદદ કરી શકે છે.
બ્લેક ટીનું સેવન તણાવના સ્તરને ઓછુ કરવા સાથે હાર્મોનને ફરીથી સામાન્ય સ્તરમાં લાવવામાં મદદ કરે છે.