બાળકોને દહીં ખવડાવવાના ફાયદા


By Hariom Sharma17, Aug 2023 09:00 AMgujaratijagran.com

દહીંમાં કેલ્શિયમ, ફોલેટ અને ફેટી એસિડ જેવા ઘણા પોષકતત્ત્વો રહેલા હોય છે, જે બાળકોના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવો જાણીએ બાળકોને દહીં ખવડાવવાથી મળતા ફાયદા વિશે.

દાંત મજબૂત બને છે

બાળકોના દાંતને મજબૂત બનાવવા માટે દહીં ફાયદાકારક હોય છે. દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે, અને કેલ્શિયમ દાંતને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ માટે તમારા બાળકને દહીં જરૂર ખવડાવો.

પેટ સાફ રહેશે

ઘણા બાળકો પેટનો દુખાવો અને એલિડિટીની સમસ્યાથી પરેશાનો હોય છે. આમા કોઇ દવાની જગ્યાએ તમારા બાળકોને ડાયેટમાં દહીં ખવડાવવું જોઇએ. દહીંની તાસીર ઠંડી હોય છે. આના કારણે ડાયજેશન સુધરે છે.

મજબૂત હાડકા બનાવે

બાળકોના હાડકા કમજરો હોય છે. આ માટે તેમના ડાયેટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઇએ જેનામાં કેલ્શિયમ રહેલું હોય છે. દહીં પણ કેલ્શિયમન એક સારો સોર્સ છે. દહીં ખાવાથી બાળકોના હાડકામાં વિકાસ થાય છે.

લોહીની ઉણપ નહીં રહે

બાળકોમાં એનીમિયાની ઉણપ રહેલી હોય છે. એનીમિયા એટલે લોહીની ઉણપ. આ સમસ્યા ઘટાડવા માટે બાળકોને દહીં ખવડાવવું જોઇએ. દહીંમાં ફોલેટ રહેલું હોય છે. ફોલેટ રેડ બ્લડ સેલ્સ બનાવવું કામ કરે છે, જેનાથી શરીરમાં લોહીની કમી રહેતી નથી.

ઝાડાની સમસ્યામાં રાહત

ગરમીની સિઝનમાં બાળકોને ઝાડાની સમસ્યા થાય છે. ઝાડા થવા પર બાળકોને દહીં ખવડાવો. દહીં પેટમાં ઠંડક પહોંચાડે છે, જેનાથી ઝાડામાં રાહત મળે છે. આ વાતનું ધ્યાન રાખવું કે સમસ્યા ગંભીર હોય તો ડોક્ટરને જરૂર બતાવો.

આ વાતોનું ધ્યાન રાખો

બાળકો જરૂર કરતાં વધારે ઠંડી દહીં ના ખવડાવો. રાત્રે સૂતા પહેલા પણ દહીં ના આપો. ફુલ પેટ દહીં ખવડાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. બને તો ઘરે જ બનાવેલું દહીં બાળકોને ખવડાવો.

યુરિક એસિડ ઘટાડશે આ 6 શાકભાજી