ખજૂર ગરમ ખોરાક હોય છે તેથી તેને ઠંડીમા ખાવાથી શરીરને સ્વાસ્થ્ય સંબઘિત ફાયદા મળે છે. તેમા કેલેરી, ફાઈબર અને પ્રોટીન જેવા પોષકતત્વો રહેલા હોય છે. જે આપણને ઘણા રોગોથી દૂર રાખે છે, પણ દૂધની સાથે તેનુ સેવન વધારે ફાયદાકારક હોય છે. ચલો જાણીએ દૂધમા ખજૂર નાખીને ખાવાથી થતા ફાયદાઓ વિશે.
દૂધમા ખજૂરને ઘણી રીતે ખાઈ શકાય છે એક ગ્લાસ દૂધને ગરમ કરી લો તેમા ખજૂરને નાખીને પકાવો.
દૂધમા ખજૂર નાખીને ખાવાથી શરીર માથી કમજોરી દૂર થાય છે. તે સિવાય તેનાથી સ્નાયુઓ પણ મજબૂત થાય છે. તે મસલ્સને વધારવામા મદદ કરે છે.
જો તમને પાચન સંબઘિત સમસ્યા રહે છે ખજૂર અને દૂધનુ સેવન કરી શકો છો. સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
ખજૂર અને દૂધને ખાવાથી પીરીયડ્સમા થતા દુખાવામા રાહત મળે છે. ખજૂર દુખાવામા રાહત આપવા ઉપરાંત તે સમયે શરીરમાથી નીકળતા લોહીંને પણ ઓછુ કરે છે.
દૂધમા રહેલુ કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે. જો તમારે સાંધામા થતા દુખાવાને દૂર કરવો છે અને હાડકામા થતી મજબૂતી લાવવી છે તો તમે દૂધમા ખજૂરને નાખી શકો છો.
જો તમે વજન વધારવા માંગો છો તો તમે દૂધમા ખજૂર નાખીને ખાઈ શકો છો. તેમા રહેલી કેલેરી વજન વધારવામા મદદ કરે છે.
ખજૂર ગરમ ખોરાક હોય છે તેથી તેને નિયમિત માત્રામા ખાવી જોઈએ. ઠંડીમા તેને ખાવાથી ખૂબ ફાયદા મળે છે. તેમા ફાઈબર અને એંટી ઓક્સિડેંટ ગુણ જોવા મળે છે.