ઈલાયચી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ભારતીય ઘરોમા ઈલાયચીનુ સેવન મસાલા તરિકે કરવામાં આવે છે. જમ્યા પછી 2 ઈલાયચી ચાવવાથી શરીરને ઘણા ફાયદા મળે છે.
ઈલાયચીમા પોટેશિયમ, આયરન, કૈલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા પોષકતત્વો રહેલા હોય છે.
જમ્યા પછી 2 ઈલાયચીનુ સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે. ઈલાયચીમા રહેલા પોષકતત્વો જમવાને પચાવવામા મદદ કરે છે.
ઈલાયચીમા રહેલા એંટી બેક્ટેરિયલ ગુણ મોં માથી આવતી દુર્ગંધ દૂર કરવામા મદદ કરે છે. ઈલાયચી મોંના બેક્ટેરિયાને મારવાનુ કામ કરે છે.
જમ્યા પછી 2 ઈલાયચી ખાવાથી પેટ સંબધિત બીમારીઓ જેમકે ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. ઈલાયચીમા રહેલા પોષકતત્વો જમવાને પચાવવામા મદદ કરે છે.
ઈલાયચી ઊંઘની સમસ્યા દૂર કરે છે. ઈલાયચીને સારી રીતે ચાવો અને ત્યારબાદ નવસેકુ ગરમ પાણી પીઓ. તેનાથી કેટલાક દિવસોમા ઊંઘની સમસ્યા દૂર થાય છે.
રોજ ખાધા પછી 2 ઈલાયચીનુ સેવન કરવાથી વજન ઓછુ કરવામા મદદ મળે છે. તેમા રહેલા પોષકતત્વો તેમા રહેલી વધારાની ચરબીને દૂર કરે છે.