દૂધીના જ્યુસ પીવાથી મળશે આ 7 ફાયદાઓ


By Smith Taral12, Jun 2024 05:32 PMgujaratijagran.com

ઘણાને દૂધીનું શાક પસંદ હોતુ નથી પણ તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે કોઈ ખજાનાથી ઓછું નથી. જો તમને દૂધીનું શાક નથી પસંદ તો તમે તેનો જ્યુસ પી શકો છો, તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા ગુણો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ વધુમાં

વજન ઓછુ કરે

દૂધીના જ્યુસમાં ખૂબ જ ઓછી કેલરી અને લિપિડ્સ હોય છે. આ સિવાય તેમાં ફાઈબર પણ જોવા મળે છે, તેથી તે વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

મગજનું સ્વાસ્થ્ય

દુઘીના જ્યુસમાં કોલિનનું પ્રમાણ વધુ હોય છે. તે ન્યુરોટ્રાન્સમીટર છે, જે મગજના કોષોને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. આ મગજના સ્વાસ્થ્યને સારુ કરે છે.

સારુ પાચન

આમા ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ રહેલુ હોય છે જે પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે

ત્વચા માટે ફાયદાકારક

દૂધીના જ્યુસ નેચરલ ક્લીંઝર તરીકે કામ કરે છે, જે શરીરમાંથી ઝેર પદાર્થોને દૂર કરે છે. તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે.

ત્વચા માટે ફાયદાકારક

દૂધીના જ્યુસ નેચરલ ક્લીંઝર તરીકે કામ કરે છે, જે શરીરમાંથી ઝેર પદાર્થોને દૂર કરે છે. તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે.

બ્લડ સુગર ઘટાડે છે

તેમાં કેટલાક એવા પદાર્થો છે જે બ્લડ સુગરના સ્તરને બેલેન્સ કરવામાં મદદ કરે છે, આવામા જો તમે નિયમિત રીતે દૂધીના જ્યુસનું સેવન કરશો તો ડાયાબિટીસ નિયંત્રણમાં રહશે.

કિડની માટે છે ફાયદાકારક

દુઘીનો જ્યુસ એસિડ ઘટાડે છે, જેનાથી કિડનીમાં પથરી થાય છે. તેના નિયમિત સેવનથી કિડની સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે.

ઉનાળામાં ગરમ દુધ પીવું જોઈએ કે ઠંડું? શું દૂધ પીવાથી ગેસથી બચી શકાય?