Moong Dal Benefits: સવારે બાફેલા મગ ખાવાથી સ્વાસ્થ્યને થશે અદ્દભૂત ફાયદા


By Sanket M Parekh22, Nov 2024 03:59 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

મગની દાળમાં અનેક પોષક તત્વો મળી આવે છે. એવામાં ક્લીનિકલ ન્યૂટ્રિશિનિસ્ટ અને ડાયેટિશિયન ગરિમા ગોયલ અનુસાર, મગની દાળ સ્વાસ્થ્ય માટે ફાયદેમંત છે. જેને અનેક રીતે ખાઈ શકાય છે. જો કે તેને બાફીને ખાવી ફાયદેમંદ છે.

પોષક તત્વો

મગની દાળમાં ફાઈબર, વિટામિન C, આયરન, પ્રોટીન અને એન્ટી ઑક્સિડેન્ટના ગુણ મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડે છે.

હિમોગ્લોબિન માટે ફાયદેમંદ

મગની દાળમાં આયરન જેવા પોષક તત્વો મળી આવે છે. જેનું સેવન કરવાથી રેડ બ્લડ સેલ્સ વધે છે. જેનાથી શરીરમાંથી લોહીની ઉણપ દૂર કરવા સાથે જ રક્તમાં ઑક્સિજનનું લેવલ સુધારવામાં મદદ મળે છે.

મસલ્સ માટે ફાયદેમંદ

સવારે મગ દાળને બાફીને અથવા તો ફણગાવીને ખાવાથી માંસપેશિયોને મજબૂત કરવામાં મદદ મળે છે.

એનર્જી મળે

મગની દાળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે. સવારે ફણગાવેલા મગ અથવા મગને બાફીને ખાવાથી શરીરને એનર્જી મળે છે. જેને તમે વર્કઆઉટ પહેલા અથવા પછી પણ ખાઈ શકો છો.

પાચન માટે ફાયદેમંદ

ફણગાવેલા મગમાં ફાઈબર મળી આવે છે. જ્યારે મગને બાફીને ખાવાથી કબજિયાત જેવી પાચન સાથે સંકળાયેલી સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.

હેલ્ધી હાર્ટ

મગની દાળમાં અનેક પોષક તત્વો મળી આવે છે. જેને બાફીને ખાવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ સાથે જ હાર્ટ પણ હેલ્ધી રહે છે.

Benefits Of Sprouts: ખાલી પેટે સ્પ્રાઉટ્સ ખાવાના ફાયદા