શરદી-ઉધરસ માટે રામબાણ ઈલાજ છે કાળા મરી, જાણો તેના અન્ય ગજબના ફાયદા


By Sanket M Parekh08, Dec 2023 04:01 PMgujaratijagran.com

કાળા મરીના ફાયદા

કાળા મરીમાં વિટામિન-એ, ઈ, કે, સી, બી-6, થાયમિન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. કાળા મરીમાં મળી આવતા પોષક તત્વો શરદી-ઉધરસ અને વાયરલ ફ્લૂ જેવી સિઝનલ બીમારીઓથી બચાવે છે.

શરદી-ઉધરસથી બચાવશે

કાળા મરીની મદદથી તમે શરદી-ઉધરસની સમસ્યાથી બચી શકો છો. આ માટે તમારે કાળા મરી અને તુલસીના પાનને મિક્સ કરીને ચા બનાવવી જોઈએ. આ ચાથી શરદી-ઉધરસની સમસ્યાથી છૂટકારો મળશે.

વેટલૉસ

તમને જાણીને નવાઈ લાગશે કે, કાળા મરીથી વજન પણ ઘટી શકે છે. જેમાં રહેલ પિપરિન અને એન્ટી ઓબેસિટી ગુણ વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

ઈમ્યૂનિટી બૂસ્ટર

કાળા મરીમાં વિટામિન-સી અને એન્ટી ઓક્સિડેન્ટ સારા પ્રમાણમાં હોય છે. જે ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે.

સ્કિન કેર

કાળા મરી તમારા ચહેરા પર નેચરલ ગ્લો પણ લાવી શકે છે. આ માટે તમે કાળા મરીના તેલનો ઉપયોગ કરી શકો છે. જેમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ ગુણ સ્કિનને હેલ્ધી રાખે છે.

બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશર માટે પણ કાળા મરીનું સેવન ફાયદેમંદ હોય છે. એવામાં કાળા મરીને કિશમિશ સાથે ખાઈ શકો છે. જેનાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.

કમરના દુખાવામા તરત જ રાહત આપશે આ 5 ઘરેલૂ ઉપાય