ઔષધીય ગુણોથી ભરપુર કાળી ઈલાયચીમાં સારા એવા પ્રમાણમાં પોટેશિયમ, ફાઈબર, વિટામિન C અને એન્ટી ઓક્સિડેન્ટના ગુણ મળી આવે છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદેમંદ રહે છે.
કાળી ઈલાયચીમાં અનેક પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આથી તેનું સેવન કરવાથી મોંઢાની દુર્ગંધ દૂર કરવા, સંક્રમણથી બચવા તેમજ ઓરલ હેલ્થને સુધારવામાં મદદ મળે છે.
કાળી ઈલાયચીનું સેવન કરવાથી ગેસ, એસિડિટી, ભૂખ ના લાગવી અને બ્લોટિંગ જેવી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
કાળી ઈલાયચીમાં રહેલા ઔષધીય ગુણ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. જેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.
કાળી ઈલાયચીનું સેવન કરવાથી કિડની અને લીવરને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. જેનાથી યુરીન સાથે સંકળાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે.
કાળી ઈલાયચીનું સેવન કરવાથી સ્કિન હેલ્ધી રહે છે. શરીરને ડિટોક્સ અને બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં કાળી ઈલાયચીનું સેવન મદદરૂપ થાય છે. જેના પરિણામે સ્કિન પર નેચરલ ગ્લો દેખાય છે.
કાળી ઈલાયચીનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જેના કારણે હાર્ટ હેલ્ધી રહે છે. જેથી હાર્ટ એટેકનો ખતરો ટળે છે. આમ હાર્ટને હેલ્ધી રાખવા માટે કાળી ઈલાયચીનું સેવન કરવું રહ્યું.