દૂધમાં ઘી નાંખીને પીવાના આ ખાસ ફાયદા વિશે જાણો


By Nileshkumar Zinzuwadiya27, Nov 2024 03:25 PMgujaratijagran.com

પાચનમાં સુધારો

ઘી આંતરડાની ક્રિયાઓને વધુ સારી બનાવે છે, જેથી પાચન તંત્ર મજબૂત રહે છે.

મજબૂત હાંડકા

દૂધ કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્રોત છે અને ઘી વિટામિન K2નો સ્રોત છે, જે હાંડકાને મજબૂત બનાવે છે.

ઈમ્યુનિટી બુસ્ટર

દૂધ અને ઘી શરીરને આવશ્યક વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે. આ સાથે તેમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ્સ ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.

સારી ઉંઘ આવે છે

ઉંઘતા પહેલા દૂધમાં ઘી મિશ્રિત કરીને પીવાથી ઉંઘ સારી આવે છે. તે ઉપરાંત તણાવમાં પણ ઘટાડો કરવામાં મદદ મળે છે.

સાંધાના દુખાવામાં રાહત

ઘીમાં રહેલ ફેટી એસિડ્સ અને દૂધમાં રહેલ કેલ્શિયમ સાંધાના દુખાવામાં રાહત આપે છે. આ એક સામાન્ય માહિતી છે, વધુ સલાહ માટે ડોક્ટર કે નિષ્ણાતનો સંપર્ક કરવો

શું આપણે સફરજન અને કેળા સાથે ખાઈ શકીએ ?