બીટને ડાયટમાં સામેલ કરો, શરીરમાં જળવાઈ રહેશે લોહીનું પ્રમાણ


By Sanket M Parekh11, Nov 2023 03:40 PMgujaratijagran.com

હેલ્ધી રહેવું

શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક પદાર્થોનું સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ બીટને ડાયટમાં સામેલ કરવાથી શું ફાયદા થાય છે

બીટ

બીટમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન B6 અને ફોલટ હોય છે. જેને ખાવાથી નવા સેલ્સનું ઝડપથી નિર્માણ થાય છે.

બ્લડ સર્ક્યુલેશન સુધારે

બીટમાં નાઈટ્રીક ઓક્સાઈડ હોય છે. જે માંસપેશીઓમાં બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં અને જાળવી રાખવામાં મદદ કરે છે.

લોહીની ઉણપ દૂર કરે

બીટમાં પુષ્કળ પ્રમાણમાં આયરન હોય છે. જે શરીરમાં લોહીનું પ્રમાણ જાળવી રાખે છે. એનીમિયાથી બચવા માટે ડાયટમાં બીટને સામેલ કરવું જોઈએ.

પાચન સુધારે

બીટમાં ફાઈબરનું પ્રમાણ હોય છે. જેને ખાવાથી પેટ સાફ રહે છે અને ગેસ વગેરે સમસ્યાથી છૂટકારો મળે છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ

બીટનું જ્યૂસ પીવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. જે અનેક પ્રકારના ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે.

હેલ્ધી હાર્ટ

બીટમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેને ખાવાથી હાર્ટ સબંધિત સમસ્યા દૂર થાય છે. જેનાથી હાર્ટ એટેકનો ખતરો પણ ટળે છે.

હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચે મોટુ અંતર છે, જાણી લો તેના લક્ષણો અને તફાવત વિશે