હીંગનો ખોરાકનો સ્વાદ વધારવા સાથે સ્વાથ્ય માટે પણ ફાયદેમંદ છે. તો ચાલો ગટ અને હોર્મોન હેલ્થ કૉચ મનપ્રીત કાલરા પાસેથી જાણીએ નાભિ પર હીંગ લગાવવાથી શું ફાયદા થાય?
જો તમને લાંબા સમયથી ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી હોય, તો હીંગની પેસ્ટ તમારી મદદ કરી શકે છે. આ માટે ગરમ પાણીમાં હીંગ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કર્યા બાદ તેને નાભિ પર લગાવો. જેનાથી તરત જ તમારો ગેસ છૂટવા લાગશે. આ સાથે જ તમારી પાચન ક્રિયા પણ સુધરશે.
નાભિ પર નિયમિત હીંગ લગાવવાથી પેટ ઠંડુ રહે છે. આ માટે હીંગમાં થોડું ઑલિવ ઑઈલ મિક્સ કરો અને પછી તેને નાભિ પર લગાવો. જે બાદ થોડા સમય સુધી સૂતા રહો. આમ કરવાથી પેટની ગરમી ઓછી થશે અને ઠંડક મળશે.
જો તમે પેટના દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો દેશી ઘી અને હીંગનું મિશ્રણ તૈયાર કરીને તેને નાભિ પર લગાવો. જે બાદ 5-10 મિનિટ સુધી સૂતા રહો. આમ કરવાથી પેટનો દુખાવો દૂર થાય છે અને પેટમાં આવતી ચૂંકમાં રાહત મળે છે.
જો તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને અપચાની સમસ્યા રહેતી હોય, તો દરરોજ નાભિ પર હીંગ લગાવો. જેનાથી પાચન તંત્ર મજબૂત બને છે.
સતત પેટમાં દુખાવાના કારણે પેટમાં સોજા થઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે પણ નાભિ પર હીંગ લગાવવી જોઈએ. હીંગમાં રહેલા કાર્મિનેટિવ ગુણ પેટના સોજા ઉતારે છે. જો તમે દરરોજ આ ઉપાય અજમાવશો, તો ખૂબ જ આરામ મળશે.
હીંગમાં એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે બળતરા ઓછી કરવામાં મદદ કરે છે. હીંગને નાભિ પર લગાવવાથી પેટની સ્કિન પર થતી બળતરા મટવા સાથે લાલાશ પણ ઓછી થાય છે.
બાળકોને વારંવાર પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે. આથી હુંફાળા પાણી અને હીંગની પેસ્ટ તૈયાર કરીને બાળકોની નાભિ પર લગાવી શકો છો. હીંગમાં રહેલા એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ પેટની પીડામાં રાહત આપે છે.
નાભિ પર હીંગ લગાવવાથી પેટની આસપાસના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જેની સીધી અસર મગજ પર થાય છે. હીંગમાં રહેલ એન્ટી સ્ટ્રેસ ગુણ માનસિક તણાવમાં રાહત આપે છે. જો તમને પણ તણાવ રહેતો હોય, તો નાભિ પર હીંગનો ઉપાય અજમાવવા જેવો છે.
નાભિ પર હીંગ લગાવવાના અઢળક ફાયદા છે, પરંતુ જો તમને કોઈ પ્રકારની એલર્જી કે અન્ય સમસ્યા હોય, તો તેને લગાવતા પહેલા તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.