Garlic For Winters: શિયાળામાં લસણ ખાવાથી શું થાય?


By Sanket M Parekh20, Nov 2024 03:42 PMgujaratijagran.com

પોષકતત્વોથી ભરપુર

શિયાળાની સિઝનમાં ઈન્ફેક્શનથી બચવા માટે લસણ ખાવું ફાયદેમંદ મનાય છે. જેમાં રહેલા એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી એલર્જીક જેવા ગુણ મળી આવે છે. જે વાઈરલ બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ શિયાળામાં લસણ ખાવાથી શું ફાયદો થાય?

ઈમ્યુનિટી બૂસ્ટ કરે

શિયાળાની સિઝનમાં ઈમ્યૂનિટી નબળી પડી જાય છે. એવામાં તમે લસણનું સેવન કરી શકો છો. આ માટે તમે લસણને મધની સાથે પણ ચાવી શકો છો.

શરદી-ઉધરસથી બચાવે

આ સિઝનમાં શરદી-ઉધરસ થવાનો ખતરો વધી જાય છે. જેનાથી બચવા માટે લસણની બે કળીને કાચી ચાવી જાવ. શરદી-ખાંસીમાં તાત્કાલિક આરામ મળશે.

હેલ્ધી હાર્ટ

શિયાળામાં હ્રદય સબંધિત બીમારીનો ખતરો વધી જાય છે. હાર્ટનું સ્વાસ્થ્ય તમારા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પર નિર્ભર રહે છે. એવામાં લસણ ખાઈને તમે તમારા હાર્ટને હેલ્ધી રાખી શકો છો.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

લસણનું સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે. જેનાથી તમારી હાઈપર ટેન્શનની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

બ્લડ સુગર ઘટાડે

લસણનું સેવન બ્લડ સુગરના લેવલને પણ કંટ્રોલ કરે છે. જેમાં રહેલા ગુણ ઠંડીની સિઝનમાં થતા સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ રહે છે.

Garlic And Honey: લસણને મધમાં પલાળીને ખાલી પેટ સેવન કરવાના ફાયદા