Black Raisins: ખાલી પેટે પલાળેલી કિસમિસ ખાવાથી અદ્ભુત ફાયદો થાય છે, વજન ઘટાડવામા


By Smith Taral24, May 2024 03:07 PMgujaratijagran.com

મુનક્કા એટલે કે કાળી કિસમિસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગે શિયાળામાં કિસમિસનું સેવન કરવામાં આવતું હોય છે,કારણ કે તેની પ્રકૃતી ગરમ હોય છે. પરંતુ તમે તેને ઉનાળામાં પણ ખાઈ શકો છો. આ માટે તમે કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આ સ્ટોરીમાં આપણે પલાળેલી કાળી કિશમિશના ફાયદા અને તેને વધારે ખાવાના નુકસાન વિશે જાણીશું.

વજનમાં ઘટાડો કરે છે

કાળી કીસમીસમાં રહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના લીધે તે વજન ઘટાડવા માટે યોગ્ય ખોરાક છે. સવારમા રોજ કાળી કિસમીસ ખાવાથી પેટ પણ ફૂલફીંલીગ લાગે છે જેથી લાબાં સમય સુધી ભૂખ નથી લાગતી.

આંખો માટે ફાયદાકારક

કિસમિસમાં વિટામીન A, બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે, જે આંખની સમસ્યામાં રાહત આપે છે. માટે દરરોજ પલાળેલી કિસમિસ ખાવો આ તમારી આંખોને સ્વસ્થ રાખી શકે છે.

આંતરડાના સ્વાસ્થ્ય માટે સારુ

કાળી કિસમિસ પાચનને સરળ બનાવે છે, આ સિવાય તેમા રહેલા ઉચ્ચ ફાઇબર કબજિયાતને રોકવામાં અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

વાળ માટે ફાયદાકારક

કાળી કિસમીમમાં હાજર આયર્ન અને વિટામિન સી વાળ ખરવાની સમસ્યાને ઓછી કરે છે. આના સેવનથી વાળ પણ જાડા થાય છે અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

વાળ માટે ફાયદાકારક

કાળી કિસમીમમાં હાજર આયર્ન અને વિટામિન સી વાળ ખરવાની સમસ્યાને ઓછી કરે છે. આના સેવનથી વાળ પણ જાડા થાય છે અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

વધારે ન ખાવા

વધુ પડતી કિસમિસ ખાવાથી શરીરમાં કેલરીની માત્રા વધી શકે છે અને ઝાડા, ઉલટી, તાવ જેવી તકલીફનો સામનો કરવાનો થઈ શકે છે

કિચન હેક્સ: લીંબુના રસને ફ્રીજમાં આ રીતે સ્ટોર કરો, તે લાંબા સમય સુધી ઉપયોગી રહેશે