લીંબુનો ઉપયોગ આપણે ઘણી વાનગી બનાવવામાં અને સમર ડ્રીન્ક બનાવવામાં કરતા હોઈએ છે. પરંતુ દરેક સિઝનમાં લીંબુ મળવા શક્ય નથી અને વાંરવાર ખરીદવા જવામાં પણ સમય વેડફાય છે. પરંતુ જો અમે તમને લીંબુના રસને સ્ટોર કરવાનો સરળ ઉપાય જણાવીએ તો, હા તમે લીંબુના રસને સ્ટોર કરી શકો અને લાંબા સમય સુધી તેને ઉપયોગમાં લઈ શકો છો. ચાલો જાણીએ કેવી રીતે
લીંબુના રસને સ્ટોર કરવાની આ સરળ રીત છે, આની માટે તમારે એકસાથે ઘણા બધા લીંબુનો રસ કાઢી લેવો અને આઈસ ક્યુબ ટ્રેમાં મુકો તેને ફ્રીઝરમાં રાખી લો. જ્યારે તે જામી જાય, ત્યારે લીંબુના રસમાંથી આઇસ ક્યુબ કાઢી લો અને તેને ઝિપ લોક સાથે પ્લાસ્ટિકની થેલીમાં રાખો. હવે આ પેકેટને ફ્રીઝરમાં સ્ટોર કરો.
જો તમે ઈચ્છો તો લીંબુનો રસ પણ કાચની બરણીમાં રાખી તેને ને ફ્રીજમાં રાખી લો. લીંબુનો રસ સ્ટોર કરવાની આ સૌથી સરળ રીત છે. આ રીતે લીંબુનો રસ બે અઠવાડિયા સુધી તાજો રહી શકે છે.
જો તમારે લીંબુના રસ 2-3 મહિના માટે સ્ટોર કરવો હોય તો 2 કપ લીંબુના રસમાં 1/4 ચમચી મીઠું મિક્સ કરી તેને કાચના વાસણમાં સ્ટોર કરી શકો છો