તલ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.તે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે.તે તાસીરમાં ગરમ હોવાથી તેને શિયાળામાં ખાવાથી ફાયદો થાય છે. સવારે ખાલી પેટ ખાવાથી ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ.
તલ અનેક રીતે ખાઈ શકાય છે, તેના લાડુ,ગજક અને ચટણી બનાવવામાં થાય છે. પરંતુ તેને ખાલી પેટે શેકીને ખાવાથી વધુ ફાયદો થાય છે.
તલમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે તેથી તેનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
તલમાં હાજર કેલ્શિયમ દાંતને મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તેને રોજ શેકીને ખાવાથી દાંત અને મોં સ્વસ્થ રહે છે.
સવારે તલ ખાવાથી માત્ર દાંત જ નહીં પેટ માટે પણ સારું માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
તલમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. જેના કારણે તેનું સેવન શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
તલ ખાવાથી કફની સમસ્યામાં પણ રાહત મળે છે. જો ઘરમાં કોઈ બાળક કે વૃદ્ધ વ્યક્તિને શરદી કે ઉધરસની સમસ્યા હોય તો તેને તલ ખવડાવી શકાય.
શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં પણ તલ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે તમે શેકેલા તલનું પણ સેવન કરી શકો છો,આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.