Hardik Pandya: શું હાર્દિક પંડ્યાને નવો પ્રેમ મળી ગયો?


By Vanraj Dabhi14, Aug 2024 11:21 AMgujaratijagran.com

હાર્દિક પંડ્યાનો નવો પ્રેમ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અંગત જીવનના સંબંધોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

હાર્દિક અને નતાસાના છૂટાછેડા

હાર્દિક પંડ્યા અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકે ગયા મહિને જ એકબીજાથી અલગ થયાની પુષ્ટી કરી હતી.

સર્બિયામાં નતાશા

હાલમાં નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયામાં તેના પરિવાર સાથે છે, જ્યાંથી તેણે તાજેતરમાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

હાર્દિક રજાઓ મનાવી રહ્યો છે

હાર્દિક પંડ્યાએ પણ હાલમાં ક્રિકેટમાંથી બ્રેક લીધો છે અને ગ્રીસમાં રજાઓ માણી રહ્યો છે, જ્યાં તેણે પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.

વિદેશી ગાયક સાથે ડેટિંગની અફવા?

આ વીડિયોએ હાર્દિકની ડેટિંગની અફવાઓને જગાવી છે અને તેનું નવું પ્રેમ પ્રકરણ બ્રિટિશ સિંગર-એક્ટર જાસ્મિન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું છે.

જ્યાં હાર્દિક ત્યા જાસ્મીન

હાર્દિકએ વીડિયો શેર કર્યાના બે દિવસ પહેલા જસ્મિને ગ્રીસમાં તેની રજાની તસવીરો શેર કરી હતી, જેમાં તે પણ આ જ સ્વિમિંગ પૂલની સામે ઉભી જોવા મળી રહી છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Peanut Katli Recipe: સીંગદાણાની કતરી