કેટલાક લોકો ચા સાથે સિગારેટ પીવાનો શોખ હોય છે. ચા અને સિગારેટનું સેવન એક સાથે કરવાથી શરીરને ઘણી ખતરનાક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
સિગારેટ સાથે ચાનું સેવન કરવાથી તમારા હાર્ટ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. રોજ ચા અને સિગારેટનું એક સાથે સેવન કરવાથી હાર્ટ અટેકની સંભવાના વધે છે.
ફેફસાના કેન્સરથી બચવા માગો છો તો સિગારેટ અને ચાનું સેવન એક સાથે કરવાથી બચો. સિગારેટનો ધૂમાડો ફેફસા માટે ખૂબ જ હાનિકારક છે, જે કેન્સરનું કારણ બની શકે છે.
સિગારેટ અને ચાનું સેવન એક સાથે કરવાથી તમારી મેન્ટલ હેલ્થ પ્રભાવીત થઇ શકે ચે. ચા અને સિગારેટનું સેવન વધુ કરવાથી યાદશક્તિ કમજોર થવા જેવી માનસિક સમસ્યા થઇ શકે છે.
ચા સાથે સિગારેટ પીવાના શોખીન લોકોમાં ગળાનું કેન્સર થવાનું જોખમ વધુ હોય રહે છે. આ માટે ગળાના કેન્સરથી બચવા માટે ચા અને સિગારેટના સેવનથી બચો.
ડાયાબિટીસના દર્દીઓ માટે ચા અને સિગારેટનું સેવન એક સાથે કરવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સિગારેટ અને ચાનું સેવન બ્લડ શુગર લેવલનું બેલેન્સ ખરાબ કરી શકે છે.
ચાર સાથે સ્મોકિંગ કરવાથી મોઢાના કેન્સરનું જોખમ વધી જાય છે. આ માટે ચાની સાથે સિગારેટ કે બીડીનું સેવન કરવાથી બચવું જોઇએ.