પોષકતત્ત્વોથી ભરપૂર ઓલિવ ઓઇલથી બોડી મસાજ કરવાના ઘણાં ફાયદા છે. આ માટે ઓલિવ ઓઇલથી બાળકોની માલિશ કરો.
બાળકોનું બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો. આ તેલ નવશેકુ ગરમ કરીને બળકોની માલિશ કરવા પર બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે.
ઓલિવ ઓઇલથી બાળકોની માલિશ કરવાથી સ્કિન મોઇશ્ચરાઇઝ કરી શકો છો. બાળકોની સ્કિન હેલ્ધી રાખવા માટે અને સોફ્ટ બનાવવા માટે ઓલિવ ઓઇલથી મસાજ કરો.
ક્રેડલ કેપથી સમસ્યામાં બાળકોના માથા પર ઓલિવ ઓઇલ લગાવવાથી ફાયદો મળે છે. આ માટે ઓલિવ તેલથી માલિશ કર્યાના 20-30 મિનિટ પછી માઇલ્ડ શેમ્પૂથી વાળને ધોવાથી આ સમ્સાય દૂર કરી શકાય છે.
જો તમે ઇચ્છો છો કે તમારું બાળક સારી ઊંઘ લે, તો ઓલિવ ઓઇલથી મસાજ કરો. આ તેલથી બાળકોના શરીરની માલિશ કરવાથી બાળકોને સારી ઊંઘ આવે છે.
ડાયપરથી છાલા પડ્યા હોય તો ઓલિવ ઓઇલ લગાવી શકો છો. પોષકતત્ત્વોથી ભરપૂર ઓલિવ ઓઇલ બાળકોના ડાયપરથી છાલાની સમસ્યા દૂર કરી શકાય છે.
વિટામિન ઇથી ભરપૂર ઓલિવ ઓઇલનું તેલ બાળકોના વાળ અને સ્કિન માટે ગુણકારી છે. આ માટે બાળકોની માલિશ ઓલિવ ઓઇલથી કરવા પર વાળ વધવામાં મદદ મળે છે.