લીલા ચણાના આ 9 ફાયદા જાણીને નવાઈ પામશો


By Smith Taral27, Jan 2024 12:40 PMgujaratijagran.com

પ્રોટીનથી ભરપૂર

લીલા ચણા એ પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનનું પાવરહાઉસ ગણાય છે, તે મસલ ગ્રોથમા અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

હાઈ ફાઇબર

હાઈ ફાઇબરથી ભરપૂર લીલા ચણા પાચનમાં મદદ કરે છે, આંતરડાના સ્વાસ્થ્યને ઈમપ્રુવ કરે છે અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

વિટામીન અને મિનરલ્સથી ભરપૂર

લીલા ચણામાં રહેલુ આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમથી તે તમારા ઓવરઓલ સ્વાસ્થ્યને જાળવી રાખવામા મદદ કરે છે, તે ઉપરાત તેમા વિટામીલ- A, C અને K પણ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે

એન્ટીઑકિસડન્ટથી ભરપૂર

લીલા ચણામાં ભરપૂર માત્રામાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે, ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે.

You may also like

એકદમ નવી રેસીપી : શિયાળામાં તમે લીલા ચણાના ઢોસા ટ્રાય કર્યા કે નહીં, નોંધી લો સર

શિયાળામાં ખાવો શેકેલા ચણા અને ગોળ મળશે અદ્ભૂત ફાયદા

રોગપ્રતિકારક શક્તિને વધારે છે

વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટોનથી ભરપુર લીલા ચણા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે શરીરને રોગ સામે લડવાની તાકત આપે છે.

હાર્ટ હેલ્થ

ફાઇબરનું,પોટેશિયમ, અને લો સેચ્યુરેટેડ ફેટ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમા રાખે છે સાથે કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્યને જાળવે છે.

સ્કીન હેલ્થ

લીલા ચણામાં રહેલા એન્ટીઑકિસડન્ટો અને વિટામિન સી કોલેજન પ્રોડયુઝ કરે છે, જે સ્કીન ઈલાસ્ટીસીટી અને સ્કીનને યંગ રાખવામા મદદ કરે છે.

એનર્જી બુસ્ટ

લીલા ચણા કોમ્પલેક્સ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવે છે જે તમારા શરીરમા ઊર્જા ભરે છે, અને તમને દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થાય છે.

લાઈફ સ્ટાઈલ રીલેટેડ વઘુ સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો

વાળ માટે લીમડાનું તેલ બનાવવાની આ છે સૌથી સરળ રીત